રાયબરેલી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેંદ્રમાં બેઠેલા નરેંદ્ર મોદી સરકારના બે વર્ષ પુરા થવા બદલ મનાવવામાં આવેલ ઉત્સવને લઈને અનેક સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, મોદી વડાપ્રધાન છે, કોઈ શહેનશાહ નથી, પરંતુ તેમના મંત્રીઓ જેવી રીતે જશ્ન મનાવી રહ્યા છે તે જોતા કોઈ શહેનશાહનું ઓછું પણ નથી.


હાલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બે દિવસ માટે રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ રોબર્ટ વાડ્રાના લંડન ખાતે બેનામી ઘર અંગે જણાવ્યું કે, આ બધું તેમના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન હેઠળનું ષડયંત્ર છે. દરરોજ બહાના બનાવે છે, ખોટા આરોપો લગાવે છે. અવનવી વાતો કાઢીને સામે લાવે છે. નિષ્પક્ષ તપાસ કરાવી લો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલીના બે દિવસનાં પ્રવાસે છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સોનિયાએ કહ્યુ હતું કે, સરકારનાં બે વર્ષ પૂર્ણ થવા પર ઉત્સવો થઈ રહ્યો છે. પરંતુ આપણો દેશ દુકાળ, ગરીબીનો સામનો કરી રહ્યું છે. ખેડૂતો દુઃખી છે. તે કોઈને દેખાતું નથી. તેમને રોબર્ટ વાડ્રાનાં મામલે પણ અનેક સવાલ પુછવામાં આવ્યા હતા, ત્યારે સોનિયાએ આ એક ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી એક વડાપ્રધાન છે કોઈ શહેનશાહ નથી.