મુંબઈ: આજકાલ આગના બનાવો વધતા જાય છે. આગના કારણે કેટલાયે નિર્દોષ વ્યકિતઓ પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, મુંબઇના અંધેરી વેસ્ટમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં ભયાનક આગ લાગી છે. આ આગની ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં સ્ટોરમાં કામ કરતા 8 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો હાલ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. સ્ટોરમાં આગ ક્યાં કારણોસર લાગી તેનું સાચું કારણ જાણી શકાયું નથી.