Waqf Board Meeting: વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે જોરદાર ઘર્ષણ સાથે મારામારી થઇ છે. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થઇ ગયા છે. 


જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર મારામારી દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બૉટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા પહોંચી હતી. તેમના હાથમાં ચાર ટાંકા પણ આવ્યા છે. 






આ અથડામણને કારણે થોડીવાર માટે સભા રોકી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કલ્યાણ બેનર્જીએ અચાનક બૉટલ ઉપાડી અને ટેબલ પર પછાડીને તોડી નાંખી હતી. જેના કારણે તે પોતે પણ ઘાયલ થયા હતા. આ બેઠક સંસદ પરિસરમાં યોજાઇ હતી.


જેપીસીની બેઠકમાં શું થયુ હતું
સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ઘણા નિવૃત્ત ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને બૌદ્ધિકો હાજર રહ્યા હતા. દરમિયાન અચાનક કલ્યાણ બેનર્જી ઉભા થયા અને બોલવા લાગ્યા. આ પહેલા પણ તેઓ ઘણી વખત બેઠકમાં બોલ્યા હતા. પરંતુ આ વખતે જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે અભિજીત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો.


સૂત્રોનું કહેવું છે કે, જ્યારે અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો ત્યારે કલ્યાણ બેનર્જીએ તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ગુસ્સામાં કલ્યાણ બેનર્જીએ કાચની બૉટલ ઉપાડીને ટેબલ પર ફેંકી દીધી, જેના કારણે તેઓ ઘાયલ થયા. 


પહેલા પણ થઇ ચૂક્યો છે હંગામો
વકફ બિલ પર જેપીસીની બેઠકમાં હંગામો થયો છે. ગયા અઠવાડિયે પણ ભારે હંગામો થયો હતો, ત્યારબાદ વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. મળતી માહિતી મુજબ વિપક્ષી સાંસદોએ ભાજપના સાંસદો પર તેમની વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે આ સમયગાળા દરમિયાન સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે પણ બીજેપી સાંસદો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ સાથે જ ભાજપના સાંસદોએ આરોપ લગાવ્યો કે વિપક્ષી સાંસદો દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો


હવે લૉરેન્સ બિશ્નોઇ લડશે ચૂંટણી ? કોણે આપી રાજનીતિમાં આવવાની ઓફર