High Court:  મેઘાલય હાઈકોર્ટે POCSO એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 સંબંધિત એક મામલામાં મોટી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે 16 વર્ષની છોકરી નક્કી કરી શકે છે કે તેના માટે કોઈની સાથે સંબંધ રાખવા યોગ્ય છે કે નહીં.


કોર્ટનું કહેવું છે કે 16 વર્ષીય બાળક શરીર સંબંધ બાંધવા અંગે નિર્ણય લેવા માટે સક્ષમ છે. આ સાથે મેઘાલય હાઈકોર્ટે યૌન ઉત્પીડન સંબંધિત એફઆઈઆરની નોંધણીને રદ કરી દીધી છે. અરજદારે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે શારીરિક સંબંધો પરસ્પર સંમતિથી જ બનાવવામાં આવ્યા હતા.  હાઇકોર્ટના ન્યાયાધીશે પોતાના અવલોકનમાં કહ્યું, જો આપણે વ્યકિતની શારીરિક અને માનસિક વિકાસની વય પર ધ્યાન આપી તો 16 વર્ષની વ્યક્તિ સેક્સ અંગે નિર્ણય લેવા સક્ષમ છે તેમ માની શકાય. અરજદારે દાવો કર્યો હતો કે તેની અને કથિત પીડિતા વચ્ચેના સંબંધો સહમતિથી હતા અને બંને પ્રેમમાં હતા.


કોર્ટ સમક્ષ પીડિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. જેમાં તેણે સ્વીકાર કર્યો કે, આ કેસમાં જેને આરોપી બનાવવામાં આવ્યો છે તે તેનો બોયફ્રેન્ડ છે. તેણે એવો પણ સ્વીકાર કર્યો કે તેની મરજીથી શારીરિક સંબંધ બનાવવામાં આવ્યો હતો. તેથી કોર્ટે પીડિતાના આ નિવેદનની નોંધ લીધી હતી અને કહ્યું કે 16 વર્ષીય સગીરા પણ સેક્સ અંગેના નિર્ણયો લેવા સક્ષમ ન માની શકાય. તેથી પોક્સો અને અન્ય આરોપો સાથેની ફરિયાદ રદ કરવામાં આવે છે.




જાણો શું હતો સમગ્ર મામલો


લાઇવ લો મુજબ, અરજદાર ઘણા ઘરોમાં કામ કરતો હતો અને કથિત પીડિતાના સંપર્કમાં આવતો હતો. આરોપ છે કે બંને અરજદારના સંબંધીના ઘરે ગયા હતા, જ્યાં બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.  પીડિતા અને આરોપી બંનેના સંબંધની જાણ થતાં પીડિતાની માતાએ આરોપી યુવકની સામે  IPCની કલમ 363 અને POCSO એક્ટની કલમ 3 અને 4 હેઠળ FIR નોંધાવી હતી.


અરજદારે કહ્યું કે આ બાબતને જાતીય હિંસા તરીકે ન જોવી જોઈએ, કારણ કે સગીરે પોતે કોર્ટને તેના નિવેદનમાં કહ્યું છે કે તે અરજદારની ગર્લફ્રેન્ડ છે. સાથે જ તેણે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે શારીરિક સંબંધો તેની સ્વતંત્ર મરજીથી બને છે, જેમાં કોઈ જબરદસ્તી નથી હોતી.તે શારીરિક સંબંધોના મામલે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ છે. આ મામલે કોર્ટે પોતાની મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial