શ્રીનગર: પીડીપી ચીફ અને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી તેના હાથમાં જમ્મુ કાશ્મીરનો ઝંડો નહી આવી જાય ત્યાં સુધી તેઓ કોઈ બીજો ઝંડો નહી ઉઠાવી શકે.


એક પત્રકાર પરિષદ દરમિયાન મહેબૂબા મુફ્તીએ ટેબલ પર રાખેલા જમ્મુ કાશ્મીરના ઝંડા તરફ ઈશારો કરતા કહ્યું કે જ્યારે આ ઝંડો પરત આવી જશે તો અમે તે ઝંડો (તિરંગા)પણ ઉઠાવી લેશું. જ્યાં સુધી અમને અમારો ઝંડો પરત નહી મળી જાય ત્યાં સુધી અમે કોઈ બીજો ઝંડો નહી ઉઠાવીએ.



જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તિરંગા સાથે અમારા સંબંધો આ ઝંડા (જમ્મુ કાશ્મીરના)થી અલગ નથી. જ્યારે આ ઝંડો (જમ્મુ કાશ્મીર) અમારા હાથમાં આવી જશે અમે તે ઝંડો (તિરંગા) ઉઠાવી લેશેં. પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને 14 મહીનાની અટકાયત બાદ 13 ઓક્ટોબરે છોડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગત વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની જાહેરાત કરી હતી અને રાજ્યને બે કેંદ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દિધુ હતું. પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે.

હાલમાં જ ફારુક અબ્દુલ્લાએ પણ અનુચ્છેદ 370ને ફરી લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી લડાઈ ચાલુ રહેશે. પછી ભલે ફારુક અબ્દુલ્લા જીવતા રહે કે નહી. મંચ પર રહે કે નહી. કલમ 370 લાગુ કરવા અમારી લડાઈ ચાલુ રહેશે. પછી ભલે ફાંસી પર લટકાવી દેવામાં આવે.