Supreme Court Verdict: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને સ્ટોર કરવી એ ગુનો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાયદેસર રીતે આવી સામગ્રી રાખવી એ પણ ગુનો છે. હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલ કેસને એમ કહીને રદ કર્યો હતો કે તેણે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી હતી અને તેને પોતાની પાસે રાખી હતી. તેણે તે બીજા કોઈને સેન્ડ કરી નહોતી.






સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નથી.


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે તે POCSO એક્ટરમાં ફેરફાર કરી 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી' શબ્દના સ્થાને child sexually abusive and exploitative material (CSAEM) લખે. આ માટે એક વટહુકમ બહાર પાડવાનું સૂચન કર્યું હતું. સર્વોચ્ચ અદાલતે તમામ અદાલતોને નિર્દેશ આપ્યા હતા કે તે  હવે 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી' શબ્દનો ઉપયોગ ન કરે.


મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈના અંગત ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી એ ગુનો નથી. આ POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ અપરાધની શ્રેણીમાં આવતું નથી. હાઇકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધમાં NGO જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે પોતાના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવાના આરોપમાં એક 28 વર્ષીય વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી હતી.


મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન. આનંદ વેંકટેશની ખંડપીઠે દલીલ કરી હતી કે આરોપીએ માત્ર સામગ્રી ડાઉનલોડ કરી હતી અને પોર્નોગ્રાફી ખાનગી રીતે જોઈ હતી અને તેણે કોઇ જગ્યાએ પોસ્ટ કરી નથી અને તેણે કોઇને સેન્ડ પર કરી નથી. “તેણે પોર્નોગ્રાફી ઉદ્દેશ્યો માટે કોઈ બાળક અથવા બાળકોનો ઉપયોગ કર્યો ન હોવાથી આને માત્ર આરોપી વ્યક્તિની નૈતિક ક્ષતિ તરીકે જ સમજી શકાય છે.


ચેન્નઈ પોલીસે આરોપીનો ફોન જપ્ત કર્યો અને જાણવા મળ્યું કે તેણે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી હતી અને તેને પોતાની પાસે રાખી હતી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67B અને POCSO એક્ટની કલમ 14(1) હેઠળ એફઆઈઆર નોંધી હતી.


Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય