નવી દિલ્હીઃ મેડિટેક કંપની Meril દ્વારા સ્વદેશી ટેકનોલૉજીથી બનાવેલી CoviFindને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ- ICMR તરફથી અંતિમ મંજૂરી મળી ગઇ છે. મંજૂરી મળ્યા બાદ કૉવિફાઇન્ડ કિટથી લોકો ખુદ પોતાના ઘરમાં કોરોનાનો ટેસ્ટ કરી શકે છે. સ્વદેશી ટેકનોલૉજીથી નિર્મિત આ કિટના માધ્યમથી લક્ષણો વાળો વ્યક્તિ પોતાના ઘરે જ SARS-CoV-2ની ઓળખ કરી શકે છે, જો કોઇપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો છે તો તે ઘરે જ આ કિટ મંગાવીને પોતાના તપાસ કરી શકે છે. આ માટે હવે બહારથી ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે, જો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવે છે તો વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ પણ આ કિટથી કરી શકાય છે. 

Continues below advertisement


15 મિનીટમાં તપાસ પુરી- 
CoviFindથી તપાસ કરવા પર 15 મિનીટની અંદર રિઝલ્ટ આવી જાય છે. આ કિટને રાખવા માટે રેફ્રિજરેટરની જરૂર નથી. ટેસ્ટ કિટની કિંમત 250 રૂપિયા છે, અને આ સિંગલ પેકમાં કોઇપણ દુકાનમાં મળી શકે છે. એક સિવાય આ કિટ 3, 5 અને 25ના પેકમાં પણ ઉપલબ્ધ થશે. પ્રત્યેક કિટમાં ટેસ્ટિંગ મેટેરિયલ રહેશે જેમાં એક ટેસ્ટિંગ ડિવાઇસ, એક સ્ટ્રાઇલ નજલ સ્વેબ અને કેપની સાથે એક બફર ટ્યૂબ પણ હશે. કિટની અંદર એક લીફફ્લેટ હશે જેમાં કિટનો ઉપયોગ કઇ રીતે કરવાનો છે તેના વિશે જાણકારી હશે. સેમ્પલ લીધા બાદ આને કઇ રીતે ટ્યૂબમાં રાખશો તેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી હશે. 


કોણ કરી શકે છે આ ટેસ્ટ કિટથી તપાસ- 
ICMRની નવી એડવાઇઝરી અનુસાર, જે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો છે, જે RT-PCRમાં કન્ફોર્મ પૉઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે, તે આ કિટથી તપાસ કરી શકે છે. હૉમ ટેસ્ટિંગમાં કંપની દ્વારા સૂચવેલી રીતથી ટેસ્ટ કરવો પડશે. કિટમાં તમામ વાતોનો જાણકારી આપવામાં આવી છે. આ ટેસ્ટ દ્વારા જે દર્દીઓનો રિપોર્ટ પૉઝિટીવ આવશે, તેને પૉઝિટીવ માનવામાં આવશે. તેમને ફરીથી કોઇ ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. જે લોકો પૉઝિટીવ હશે તે હૉમ આઇસૉલેશનને લઇને ICMR અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઇડલાઇનને માનવુ પડશે. આ કિટથી ટેસ્ટ કરનારા જે દર્દીઓનુ રિઝલ્ટ નેગેટિવ આવશે તેમને RTPCR કરાવવો પડશે.