નવી દિહીઃ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો છે કે તમામ સુરક્ષા દળોની ઓફિસમાં હવે સરદાર પટેલની તસવીર ફરજિયાત રીતે લગાવવી પડશે. ગૃહ મંત્રાલય દ્ધારા જાહેર નિર્દેશની સાથે સાથે સરદાર પટેલની એ તસવીર પણ જાહેર કરી છે જે કાર્યાલયોમા લગાવી પડશે. આ સાથે જ ગૃહ મંત્રાલયે તમામ કેન્દ્રિય સુરક્ષા દળોને નિર્દેશ આપ્યા છે કે પટેલની તસવીરની સાથે ‘ભારતની સુરક્ષા અને એકતાને અમે હંમેશા અખંડ રાખીશું’નો સંદેશ લખાવવો પડશે.

નોંધનીય છે કે આ વખતે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જયંતિ એટલે કે 31 ઓક્ટોબરના  રોજ રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. આ અવસર પર ગૃહ મંત્રાલય અનેક આયોજનો કરી રહ્યું છે. આ વખતે 31 ઓક્ટોબરના અવસર પર ગૃહ મંત્રલય તરફથી મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કલમ 370 હટાવ્યાની સાથે સાથે જમ્મુ કાશ્મીરને દેશનો અભિન્ન અંગ બનાવવા પર ગૃહ મંત્રાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે જેને લઇને તૈયારીઓ ધામધૂમથી કરવામા આવી રહી છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો લોકો ભાગ લેશે જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.