નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિબંધિત ટિકટોકની હવે અમેરિકામાં પરેશાની વધી શકે છે. ડેટા સુરક્ષાનો ઉલ્લેખ કરી અમેરિકન રાષ્ટ્રપતિએ કંપની સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે અને પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની પૈકીની એક માઈક્રોસોફ્ટ ટિકટોકના અધિગ્રહણ પર વિચાર કરી રહી છે.


બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, માઈક્રોસોફેટ અમેરિકામાં ટિકટોકના કારોબારના અધિગ્રહણ પર વિચાર કરી રહી છે. ચાઈનીઝ કંપની બાઈડડાંસના પ્રોડક્ટ ટિકટોક પર સતત ચીન સરકાર સાથે યૂઝર્સેના ડેટા શેર કરવનો આરોપ લાગતો રહ્યો છે. જોકે અમેરિકામાં માઇક્રોસોફ્ટના અધિગ્રહણથી કંપની સંભવિત પ્રતિબંધથી બચવાની આશા રાખી શકે છે.

જોકે બંને કંપનીઓ તરફથી આ મુદ્દો કોઈ પ્રતિક્રિયા આવી નથી. બંને કંપની આ મુદ્દે વાત કરવાથી ઈન્કાર કરી રહી છે.