માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાઓ બીજા દિવસે પણ યથાવત છે. વૈશ્વિક સ્તરે આના કારણે કામકાજને અસર થઈ છે. એટલું જ નહીં ફ્લાઇટ ઓપરેશનને સૌથી વધુ અસર થઈ છે. ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, એટલું જ નહીં, મુસાફરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટની બહાર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે સમગ્ર વિશ્વમાં બેંકિંગ અને ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે શુક્રવાર સવારથી અનેક સંસ્થાઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. જોકે માઇક્રોસોફ્ટ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આજદિન સુધી તેમાં કોઈ સુધારો થયો નથી. એરપોર્ટ પર મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, મુસાફરો એરપોર્ટ પર ભટકતા જોવા મળ્યા હતા. મુસાફરો ફરી ફ્લાઇટની રાહ જોતા એરપોર્ટ પર આટાફેરા કરતા જોવા મળે છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ પણ જોવા મળે છે, જેઓ ફ્લાઈટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. માઈક્રોસોફ્ટની ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ રહી હોવાને કારણે લોકો ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર લાઈનમાં ઉભા છે.
એક મુસાફરે કહ્યું, "હું ગઈ કાલે મુંબઈથી બેંગલુરુ જઈ રહ્યો હતો. ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી, જોકે અમને સેવા આપવામાં આવી હતી,પંરતુ તેમણે અમને જગ્યા ન આપી. અમે આખી રાત સૂઈ શક્યા નથી. આ બધું ટેકનિકલ સમસ્યાને કારણે થયું છે. અમને એરપોર્ટની અંદર પ્રવેશ નથી મળ્યો. અમને રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દિલ્હી એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું, "હું લંડન જઈ રહ્યો છું અને મારી ફ્લાઈટ ઓછામાં ઓછો અડધો કલાક મોડી પડી છે. એરપોર્ટની બહાર લાંબી લાઈનો છે. મોટાભાગની ફ્લાઈટ્સ મોડી પડી છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું, " “હું શ્રીલંકાનો મેડિકલ ડોક્ટર છું. મારે પ્રવચન આપવા માટે ભુવનેશ્વર જવાનું હતું, પરંતુ ગઈકાલે રાત્રે મારી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. પછી આજે સવારે, મને ભુવનેશ્વર પરત ફરવાની કોઈ ફ્લાઈટ મળી ન હતી. તેથી હું શ્રીલંકા પાછો જઈ રહ્યો છું, પરંતુ હવે મને કોઈ ફ્લાઈટ મળી શકતી નથી, તેથી હું અહીં ફસાઈ ગયો છું."