નવી દિલ્લી: મોંધવારીના માર વચ્ચે આમ આદમીને મોટી રાહત મળી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. એક બાજુ જ્યાં પેટ્રોલ 1 રૂપિયા 42 પેસા સસ્તુ થયું છે જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 01 પૈસાનો ઘટાડો કર્યો છે.


આ અહેવાલ પછી મોંધવારી સામે ઝઝૂમી રહેલા આમ આદમીને મોટી રાહત મળી છે. આ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવોભાવ આજે મધ્યરાત્રિએથી લાગૂ પડશે.

15 જુલાઈએ પેટ્રોલની કીંમતમાં 2 રૂપિયા 25 પૈસા અને ડીઝલના ભાવમાં 42 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેના પહેલા 1 જુલાઈએ પેટ્રોલના ભાવોમાં 89 પૈસા અને ડીઝલના ભાવોમાં 49 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

તેલ કંપનીઓ 15 દિવસમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમતોની સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય ફ્રૂડની કીંમતના આધારે ઘરેલૂ તેલ કીંમતોમાં ફેરફાર કરે છે.