નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. તેમમે લઘુતમ આવક ગેરેન્ટી આપવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી જીતશે તો સરકાર દેશના સૌથી ગરીબ 20 ટકા લોકોને 72 હજાર રૂપિયા વાર્ષિક આપશે. રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ સત્તામાં આવી તો 20 ટકા સૌથી ગરીબ પરિવારોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવામાં આવશે.’

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમે તબક્કાવાર આ યોજનાને લાગૂ કરીશું. દેશના 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને આ યોજનાનો ફાયદો મળશે. દેશના ગરીબ લોકોને કોંગ્રેસ ન્યાય આપશે. આવું કરીને અમે ભારતમાંથી ગરીબી હટાવી દઈશું."

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, "આ યોજનાના પૈસા સીધા જ ખાતામાં જમા થશે. આ માટે તમામ ગણતરી પુરી કરી દેવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ક્યાંક આવી યોજના નથી."

રાહુલ ગાંધીએ કહ્યું કે, "પી. ચિદમ્બરમ અને તેમની ટીમ છેલ્લા 4-5 મહિનાથી આ યોજના પર કામ કરી રહી છે. આ બિલકુલ શક્ય છે. અમે બહુ ઝડપથી આ યોજનાનો ડ્રાફ્ટ તમારી સમક્ષ મૂકીશું.