નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે મોદી સરકારના મંત્રીએ એક મોટુ નિવેદન કરીને ચર્ચા જગાવી દીધી છે. પૂર્વીય લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા બાદ દેશમાં ચીન વિરુદ્ધ ગુસ્સો છે. આ વાતને લઇને હવે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે લોકોને ચાઇનીઝ ફૂડને બૉયકોટ કરવાની વાત કહી છે.


મહારાષ્ટ્રની આરપીઆઇ પાર્ટી નેતા અને કેન્દ્રયી મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, જે રેસ્ટોરાં ચાઇનીઝ ફૂડ વેચે છે, તેના પર બેન લગાવવો જોઇએ. આ ઉપરાંત લોકોને અપીલ કરી છે કે લોકો ચાઇનીઝ ફૂડનો બહિષ્કાર કરે.



ઉલ્લેખનીય છે કે જ્યારે દેશમા કોરોના વાયરસનો કેર શરૂ થઇ રહ્યો હતો ત્યારે પણ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે જ ગો કોરોના ગો નો નારો આપ્યો હતો. જે ખુબ ચર્ચામાં રહ્યો હતો, અને સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો.

ખાસ વાત એ છે કે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પોતાના આ નિવેદનને લઇને ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે, કેટલાક લોકો આ વાતની મજાક પણ બનાવી રહ્યા છે.



ગત સોમવારે રાત્રે ગલવાન ઘાટીમાં ચીની અને ભારતીય સૈનિકો આમને સામને આવી ગયા હતા, જેમાં ભારતીય સેનાના 20 સૈનિકો હિંસક અથડામણમાં શહીદ થયા હતા, સામે પક્ષે ચીની સેનાને પણ મોટુ નુકશાન થયુ હતુ, એક રિપોર્ટ પ્રમાણે ચીનના 43 સૈનિકો માર્યા ગયા હોવાની વાત હતી.