નવી દિલ્હીઃ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પો પર વાયુસેનાની એર સ્ટ્રાઇક થઇ. આ જગ્યાએ કેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે તેને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ મામલે નેતાઓ પોતાનું અલગ અલગ નિવેદન આપી રહ્યાં છે.

આતંકીઓના મૃત્યુની આંકડાઓને લઇને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે વિપક્ષો પર કટાક્ષ કર્યો છે. પૂર્વ સેના પ્રમુખ વીકે સિંહે ટ્વીટ કરીને કહ્યું- ''રાત્રે 3:30 વાગે મચ્છર બહુજ હતા, તો મે HIT લગાવી. હવે મચ્છર કેટલા મર્યા, એ ગણવા બેસુ કે પછી આરામથી ઊંગી જાઉ.?''


નોંધનીય છે કે, 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આતંકી કેટલા મર્યા તેને લઇને વિપક્ષ પુરાવાઓ માંગી રહ્યું છે ત્યારે શાસક નેતાઓ અલગ અલગ આંકડાઓ રજૂ કરી રહ્યાં છે.