ગયા મહિને 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ અત્યાર સુધી સામાન્ય દેશવાસીઓએ શહીદ જવાનોના પરિવારજનોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે આ પહેલાં છેલ્લાં બે વર્ષમાં 20 કરોડ રૂપિયાની મદદ સામાન્ય લોકોએ કરી હતી.
‘ભારત કે વીર’ સાથે જોડાયેલ એક અધિકારીના મતે સમાન્ય દેશવાસી જે રીતે આપણા શહીદ જવાનોના પરિવારની મદદ કરી રહ્યાં છે. તેઓ ખરેખર વખાણવા લાયક છે અને જેમણે પોતાના ગુમાવ્યા છે તેમને લાગી રહ્યું છે કે, તેઓ એકલા નથી પરંતુ આખો દેશ તેમની સાથે છે.
અર્ધ સૈનિક બળ સાથે જોડાયેલ વધુ એક અધિકારીના મતે લોકોની મદદનો સિલસિલો સતત ચાલુ છે અને જ્યારે પણ ‘ભારત કે વીર’ જોડાયેલા કોઈપણ શહીદ પરિવારના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થતાં જ આપો આપ તમે એવા જવાનો સાથે જોડાયેલા ખાતા લિસ્ટમાંથી હટાવી દેવાય છે જેથી કરીને એ જવાનોના પરિવાર સાથે જોડાયેલા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે જેમણે 15 લાખ રૂપિયા સુધીની મદદ મળી નથી.
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા અને આ આતંકી હુમલાથી લોકોમાં પાકિસ્તાનને લઈ ખૂબ જ ગુસ્સો છે ત્યાં લોકો આપણા જવાનો માટે દરેક શકય મદદ કરવા માંગે છે. તમારા લોકોના ઉત્સાહનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સીઆરપીએફના ટ્વીટર એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા પુલવામા હુમલાથી પહેલાં જ્યાં 2,75,000 હતી તે પુલવામા હુમલા બાદ વધીને હવે 4,25,000 થઈ ગયા છે.