એસપીજી ડાયરેક્ટરે ગૃહ મંત્રાલયને સૂચના આપી છે કે તેઓએ આ ઘટનાના વીડિયો ક્લિપિંગની ખૂબજ ઝીણવટપૂર્વક તપાસ કરી છે. જેના પરથી ખબર પડી છે કે ક્લિપિંગમાં નજર આવી રહેલી ગ્રીન લાઇટ કૉંગ્રેસ જ એક ફોટોગ્રાફરના મોબાઈલ ફોનની હતી. તે ફોટોગ્રાફર અગાઉથી તૈયારી વગર અમેઠીમાં કલેક્ટ્રેટ પર રાહુલ ગાંધીની પ્રેસ સાથે સંબોધનની વીડિયોગ્રાફિંગ કરી રહ્યો હતો.
એસપીજી ડાયરેક્ટરે આ સિવાય ગૃહ મંત્રાલે એ પણ જણાવ્યું કે તેમની પોઝિશનિંગ વિશે રાહુલ ગાંધીના અંગત સ્ટાફને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ જ ચૂક થઈ નથી.
ઉલ્લેખનીય છે કે અમેઠીમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધી પર ગ્રીન લેઝર લાઈટ મારવામાં આવી હતી. જેને લઈને કૉંગ્રેસે પત્ર લખી સ્નાઈપર ગનનો ઉલ્લેખ કરતા આશંકા વ્યક્ત કરી હતી કે ગ્રીન લાઈટ બંદૂકની પણ હોઈ શકે છે. કૉંગ્રેસે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે.