મહારાષ્ટ્રમાં સગીરાના ગેંગરેપ બાદ કરી હત્યા, ત્રણની ધરપકડ
abpasmita.in | 18 Jul 2016 06:45 AM (IST)
મુંબઈ: મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક સગીરા સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ બુધવારે સાંજે ઝાડ નીચેથી સગીરાનો મૃતદેહ ખંડિત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા છે સગીરા સાથે ગેંગરેપ અને હેવાનિયત ભરી હત્યા બાદ શનિવારે અહેમદનગરના કરજતમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીડિતા નવમાં ધોરણમાં ભણતી એક દલિત સગીરા હતી. તે બુધવારે પોતાના દાદીના ઘરે ગઈ હતી. તે સાયકલ લઈને ગયા બાદ લાંબા સમય સુધી પાછી ન ફરતા તેના પરિવાર અને સંબંધીઓએ તેની તપાસ શરૂ કરી હતી. તેમને સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરજત સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, તે બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.