પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બોમ્બ વર્ષાની અનેક તસવીર ટ્વીટ કીર છે. જેમાં ભારતીય બોમ્બના શેલ પણ જોવા મળી રહ્યા છે.
કહેવાય છે કે, ભારતે અંદાજે 1000 હજાર કિલોના બોમ્બ વર્ષાવ્યા છે. આ હુમલામાં આતંકી કેમ્પ તવાબ થયા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 કલાકે મોટી કાર્રવાઈ કરી છે.
ભારતીય એરફોર્સના અનેક વિમાનો વહેલી સવારે પઠાનકોટ એરબેસ અને મધ્ય ભારતથી ઉડાન ભરી. મિરાજ 2000 વિમાનોએ પાકિસ્તાનના રડારને જામ કર્યા.
ત્યાર બાદ મુઝફ્ફરાબાદ, ચકોટી, બાલાકોટમાં અનેક વિસ્તારમાં બોમ્બ વર્ષા કરી. કહેવાય છે કે, જૈશ, હિઝબુલના અનેક કેમ્પ આ હુમલામાં તબાહ થયા છે.