Miss World 2023 In India: મિસ વર્લ્ડ 2023 બ્યૂટી ઇવેન્ટનું આયજન આ વખતે ભારતમાં થવાનું છે. ભારતમાં આ ઈવેન્ટ 27 વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ રહી છે. આ માહિતી તાજેતરમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન અને સીઈઓ મિસ જુલિયા મોર્લે દ્વારા આપવામાં આવી છે.






જુલિયા મોરલીએ માહિતી આપી


આ ઈવેન્ટ વિશે માહિતી આપતાં જુલિયા મોર્લીએ કહ્યું કે મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે 71મી મિસ વર્લ્ડની ફિનાલે આ વખતે ભારતમાં યોજાવા જઈ રહી છે. ભારત સાથે મને હંમેશા ખાસ લગાવ રહ્યો છે. 30 વર્ષ પહેલા જ્યારે હું અહીં આવી હતી ત્યારે મારા દિલમાં ભારત વસી ગયું હતું. બીજી તરફ વર્ષ 2022માં મિસ વર્લ્ડની વિજેતા બનેલી કેરોલિના બિલેવસ્કાએ ખુશી વ્યક્ત કરી કે 'ભારત આ ઈવેન્ટને ખુલ્લા હાથે આવકારવા તૈયાર છે'.






130 દેશોની સ્પર્ધકો લેશે ભાગ


આ ઇવેન્ટમાં 130થી વધુ દેશોની સ્પર્ધકો ભાગ લેશે. જે તેમાં અનેક તબક્કાઓમાંથી પસાર થશે. જેમાં ટેલેન્ટ અને સ્પોર્ટસના પડકારો હશે. ઇવેન્ટનો અંતિમ રાઉન્ડ આ વર્ષના અંતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરમાં કરવામાં આવશે. ભારતમાં 27 વર્ષ બાદ ફરી મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધા થવા જઈ રહી છે. અગાઉ આ ઈવેન્ટનું આયોજન ભારતમાં વર્ષ 1996માં કરવામાં આવ્યું હતું.


આ ભારતીયે મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે


ભારતમાં અત્યાર સુધી આ ઈવેન્ટ રીટા ફારિયા, બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, ડાયના હેડન, યુક્તા મુખીએ, પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લર વર્ષ 2017માં જીતી ચૂકી છે. જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2022 કેરોલિના બિલાવસ્કાએ ગત દિવસે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટની યજમાની અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.