લખનઉઃ જનેશ્વર મિશ્રા પાર્કમાં 5 નવેંબર શનિવારે સમાજવાદી પાર્ટીના સિલ્વર જુબલી સમારોહમાં યોજવામાં આવશે. યાદવાસ્થળીના વિવાદ બાદ સમાજવાદી પાર્ટી આ કાર્યક્રમમાં પોતાનો તાકાત દેખાડવાનો પ્રયત્ન કરશે. આ સમારોહમાં સામેલ થવા માટે સમાજવાદ વિચાર ધારા સાથે જોડાયેલા બીજા પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. સપા મુખ્ય મુલાયમસિંહ યાદવ આ બહાને રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ગંઠબંધન કરવાની તૈયારી કરી રહ્યા છે.


યૂપીમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી યોજવા જઇ રહી છે તે જોતા સમાજવાદી પાર્ટીનો આ સમારોહ તેના માટે પ્રચારનું માધ્યમ પણ બની રહેશે. સપામાં અખિલેશ અને શિવપાલ વચ્ચે થયેલા મન દુઃખને પગલે સપા પરથી લોકોનો ભરોષો ઓછો થયો હતો. ત્યાર બાદ અખિલેશ યાદવે કાઢેલી વિકાસ યાત્રમાં સપા પરિવાર એક મંચ પર દેખાયો હતો. જેના લીધે સબ સલામત હોવોનું સપા દ્વારા લોકોમાં દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નેતાજી મુલાયમ આ સમારોહમાં બીજા પક્ષોને જોડીને મહાગઠ બંધન કરવાનો પ્રયાસ કરશે.

સમાજવાદી પાર્ટીના આ કાર્યક્રમમાં લાલુપ્રસાદ યાદવ, શરદ યાદવ, પૂર્વપ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડા પણ ઉસ્થિત રહેશે.