નવી દિલ્લી: ટાટા સ્ટીલે શુક્રવારે સાઈરસ મિસ્ત્રીને ચેરમેન પદથી દૂર કર્યો છે. આ રીતે પગલુ ભરનારી ટાટા કંપની ત્રીજી કંપની છે. મિસ્ત્રીના ગૃપ દ્વારા ટાટા સમૂહને મૂળ સિધ્ધાંતોમાં મોટુ નુકશાન ગણાવ્યુ હતું. ટાટા સમૂહના 10 સદસ્યોના નિર્દેશક મંડળે સાઈરસ મિસ્ત્રીને દૂર કરી તેમના સ્થાન પર એસબીઆઈના પૂર્વ પ્રમુખ ઓપી ભટ્ટને ચેરમેન બનાવવામાં આવ્યા છે.
ટાટા સ્ટીલે શેર બજારોને જાણકારી આપી કે ટાટા સંસના નેતૃત્વમાં બદલાવ બાદ મુખ્ય પ્રવર્તક કંપનીને નોટીસ મળી કે મિસ્ત્રીને નિર્દેશક પદ પરથી દૂર કરવા માટે શેર ધારકોની બેઠક બોલાવવામાં આવે. ટાટા સંસ મુખ્ય કંપની છે જેણે 24 ઓક્ટોબરે અચાનક મિસ્ત્રીને ચેરમેન પદ પરથી દૂર કર્યા. ઉલ્લેનિય છે કે આ પહેલા સમૂહની કંપનીઓ ટીસીએસ અને ટાટા ગ્લોબલ બેવરેજેસ પણ મિસ્ત્રીને ચેરમેન પદ પરતી દૂર કરી ચૂક્યા છે. એક અલગ સૂચનામાં ટાટા સ્ટીલે કહ્યુ સાઈરસ મિસ્ત્રી અને નસ્લી વાડીનાને નિર્દેશક પદ પરથી દૂર કર્યા બાદ 26 ડીસેંબરના એક સાધારણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.