નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ એક મોટો હુમલો કરતા 11 લોકોના મોત નીપજ્યા છે. ઉગ્રવાદીઓએ હુમલો કરી એનપીસી ધારાસભ્ય અને તેના પુત્ર સહિત 11 લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં ધારાસભ્યના સુરક્ષા અધિકારીને પણ ગોળી વાગી છે જેને હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.


આ ઘટના પર મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. અને કહ્યું કે એનપીપી આ ઘટનાથી પરેશાન અને દુખી છે કે ધારાસભ્ય તિરંગ અબો અબોહનું મોત થઈ ગયું છે. જ્યારે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજીજુએ પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વિટ કર્યું કે ‘હું અરુણાચલના એમએલએ તિરોન્ગ ઓબોહ, તેના પરિવાર સહિત 11 લોકોની નિર્મમ હત્યાથી દુખી છું. હુમલા કરનારાઓ સામે પગલા લેવામાં આવશે.


આ હુમલાનો આરોપ નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ લગાવવામાં આવ્યો છે. ઉગ્રવાદીઓએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું અને તમામ લોકોની હત્યા કરી નાખી હતી.