ઉત્તર પ્રદેશના કૈરાનાથી સમાજવાદી પક્ષના ધારાસભ્ય નહીદ હસનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ તેમના વિધાનસભાની મતદાર વિસ્તારમાં મુસ્લિમોને ભાજપના સમર્થકો પાસેથી માલ સામાન નહીં ખરીદવા માટે વાત કહી રહ્યાં હતાં. તેઓ એમ પણ કહ્યું હતું કે, તેમના સામાન ખરીદવાથી બીજેપીવાળાઓની દુકાનમાંથી સામાન વેચાય છે અને તેમનું ઘર ચાલે છે.

વીડિયોમાં ધારાસભ્ય કહેતા જોવા મળ્યાં હતાં કે, આ તમને મારી અપીલ છે. કૈરાના અને આસપાસના ગામડાઓના લોકો અહીંથી માલ ખરીદે છે, તેમને હાથ જોડીને અપીલ કરું છું કે, જે ભાજપના લોકો બજારમાં છે તેઓ પાસે માલ લેવાનું બંધ કરે. 10 દિવસ-એક મહિનો ભલે ઝિંઝાના કે પાનીપત જઈને સામાન લાવવો પડે. થોડા દિવસ કષ્ટ ઉઠાવી લો.


ધારાસભ્ય નહીદે આગળ કહ્યું હતું કે, અહીં આસપાસની વસ્તુઓ લો. ભાજપના લોકોનો સ્વાસ્થ્ય સુધારી જશે. તે આપણા માટે સારું છે. અમે માલ ખરીદીએ છીએ જેથી તેમનું ઘર ચાલે છે. ઘરમાં ચાલવાને લીધે તેમના જૂતાં આપણા પર ચાલે છે. હું ફક્ત આ સંદેશ આપવા માંગતો હતો.

એવું કહેવામાં આવ્યું હતું કે, નહીદ હસન તેમની એસેમ્બલીના વિસ્તારમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે કથિત રીતે મુસ્લિમ સમાજના લોકો સાથે વાત કરી હતી અને તેમને ભાજપના લોકો પાસેથી કંઈ પણ વસ્તુ નહીં ખરીદવા માટે અપીલ કરી હતી. જોકે કોઈએ આ નિવેદનનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.