કાલે સાંજની આ તસવીરોમાં જમ્મુના જાનીપુર વિસ્તારમાં ઘણા વાહનોને આગ ચાંપવામાં આવી હતી તેની છે.
પોલીસના જણાવ્યા મુજબ માનસિક રીતે અસ્થિર એક વ્યક્તિએ ધાર્મિક સ્થળ સાથે છેડછાડ કરી હતા. તે બાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ પછી આરોપીને ટોળાને સોંપવાની માગ સાથે આક્રોશે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યુ અને પથ્થરમારો કર્યો. તે પછી વાહનોને આગ ચાંપી હતી. આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
સાત કલાક સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડા થોડા સમયના અંતરે ઝડપ થઈ. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ થઈ છે. અને તનાવના પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.