ગ્રેટર નોયડાઃ ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ જિલ્લાના ગ્રેટર નોયડામાં આવેલી પેરામાઉંટ ઈમોશંસ સોસાયટીમાં મુંબઈમાં મોડલિંગ (Model) કરતી મોડલે 14માં માળેથી ઝંપલાવતાં મોત થયું હતું. લોકડાઉનના (Lockdown) કારણે મોડલને કામ મળતું બંધ થઈ ગયું હતું. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેનો બોયફ્રેન્ડ મુંબઈથી મળવા આવ્યો હતો.
બહેનના ઘરે આવીને પગલું ભરતા ચકચાર
મળતી વિગત પ્રમાણે, દિલ્હીના મયૂર વિહારમાં (Mayur Vihar) રહેતી પ્રિયા (Priya) ઉર્ફે ભાવના અહીંયા તેની મોટી બહેન પ્રિયંકાને મળવા આવી હતી. કોરોના કાળ પહેલા તે મુંબઈમાં મોડલિંગ કરતી હતી. બે વખત લોકડાઉન આવતાં કે કરિયરને લઈ પરેશાન હતી. થોડા દિવસથી તે ગ્રેટર નોયડા વેસ્ટમાં બેહનના ઘરે આવી હતી. સોમવારે મોડી સાંજે પ્રિયાએ 14માં માળેથી છલાંગ લગાવી હતી. ઘટના અંગે સોસાયટીના સિક્યુરિટી (Security) મેને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવીને તેને હોસ્પિટલ (Hospital) લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
લોકડાઉનમાં કામ ન મળતાં આવી ગઈ ડિપ્રેશનમાં
મોડલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરિવારજનોએ મોડલિંગ કરિયરમાં લોકડાઉન બાદ સફળતા ન મળતા ડિપ્રેશનમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. એસપી યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલે પરિવારજનોએ કોઈ ફરિયાદ નોંધાવી નથી.
મુંબઈથી બોય ફ્રેન્ડ મળવા આવ્યાની વાતને લઈ પરિવારજનો હતા નારાજ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ મોડલને તેનો બોય ફ્રેન્ડ મુંબઈથી મળવા આવ્યો હતો. જેનાથી નારાજ પરિવારજનોએ તેને ફટકાર લગાવી હતી. પરિવારમાં વિવાદ વધતો જોઈ બોય ફ્રેન્ડ મુંબઈ પરત ફર્યો હતો, જે બાદ તે ગુમસુમ રહેતી હતી. તેના માતા પણ તેને સમજાવવા આવી હતી. પરંતું તે કોઈ વાત સાંભળવા તૈયીર નહોતી અને સુસાઈડ કરી લીધી હતી. પોલીસ આ કેસમાં તપાસ માટે તેના બોય ફ્રેન્ડને પણ બોલાવી શકે છે.