નવી દિલ્હીઃ અમેરિકાની કોરોના બનાવતી કંપની મોડર્નાએ પોતાની કોરોના રસિની કિંમતનો ખુલાસો કર્યો છે. કંપીનાના સીઈઓ સ્ટીફન બેંસેલે કહ્યું છે કે, મોડર્નાની કોરોના રીસના એક ડોઝની કિંમત 25થી 37 ડોલરની વચ્ચે 9અંદાજે 1850થી 2750) હશે. આ પહેલા સીરમ ઇન્ડિટ્યૂટના સીઓઓ આદર પૂનાવાલાએ કોરોના રસીની સંભવિત કિંમતની જાણકારી આપી હતી.


બીજી બાજુ કોરોના બનાવી લેવાનો દાવો કરનાર રશિયાએ કહ્યું કે, તેમની રસી પ્તુનિક-5ના એક ડોઝની કિંમત મોડર્ના અને ફાઈઝર જેવી કંપની કરતાં ઘણી ઓછી હશે. નોંધનીય છે કે, રશઇયાએ 11 ઓગસ્ટના રોજ વિશ્વની પ્રથમ રસી તરીકે સ્પુતનિક-5નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્રીજા તબક્કાનું ટ્રાયલ પુરુ થઈ ગયું છે. હવે કેન્દ્ર સરકાર કંપનીઓને રસીના ઉપયોગની મંજૂરી અને એના માળખાને લઈને સંભાવનાઓ ચકાસવાનું શરૂ કર્યું છે. આ સાથે રસીના લાઈસન્સિંગનું પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

હાલમાં જ વેક્સિનની કિંમત નક્કી કરવા સહિત આગોતરી ખરીદી કરવા મુદ્દે કેન્દ્ર સરકારે બેઠક કરી હતી. આ બેઠકમાં વેક્સિનની કિંમત અને અન્ય નિર્ણયો વડાપ્રધાન કાર્યાલય એક સમિતિ રચીને લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

હાલમાં ભારતમાં સીરમ, ભારત બાયોટેક અને આઈસીએમઆરની કો વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એસ્ટ્રાજેનેકાની વેક્સિનને બ્રિટનમાં ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી છે, એથી ભારતમાં પણ એવું થઈ શકે છે.