Full Lockdown in India: દેશમાં કોરોનાની સ્થિતિ દરરોજ ભયાનક થતી જઈ રહી છે અને દરરોજ કોરોના વાયરસ એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ બે લાખથી વધારે કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. તેની સાથે જ દેશના અનેક રાજ્યોએ પોતાના ત્યાં કડક નિયંત્રણો અથવા આંશિક લોકડાઉન લગાવ્યું છે, જે પુરતું સાબિત નથી થઈ રહ્યું. કોરોના વાયરસ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.


કોરોના વધતા કેસની વચ્ચે લોકોમાં ચર્ચા છે કે શું ફરી સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. લોકોની ચિંતા વધી એક એક વાયરલ મેસેજને કારણે. ફુલ લોકડાઉનને લઈને ઇન્ટરનેટ મીડિયા પર અનેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. એવા જ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધીનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાવની જાહેરાત કરી છે.




PIBઆ દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે, ભારત સરકાર દ્વારા #Lockdown સંબંધિત કોઈ આવી જાહેરાત કરવામાં આવી નથી. લોકોને અપીલ છે કે મહેરબાની કરીને આવી ભ્રામક તસવીરો અથવા મેસેજને શેર ન કરો.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


જણાવીએ કે, કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે અનેક રાજ્યોએ વીકએન્ડ કર્ફ્યુ, નાઈટ કર્ફ્યુ જેવા પગલા લીધા છે. દિલ્હી સરકારે તો વીકેન્ડ કર્ફઅયુ લગાવાવનો નિર્ણય કર્યો છે. તો યૂપીમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત દેશના અનેક રાજ્યો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ગુજરાતમાં પહેલેથી જ અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.