પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી અગાઉ રજૂ થનારા બજેટ માટે વોટ ઓક એકાઉન્ટ શબ્દ યોગ્ય નથી અને તેમાં તમામ પ્રકારની જાહેરાતો કરવી જોઇએ જે પૂર્ણ બજેટમાં કરવામાં આવે છે. ટેક્સમાં કોઇ પ્રકારની છૂટની જાહેરાત મુશ્કેલ હશે પરંતુ સામાન્ય ચૂંટણીમાં જે મતદારો પર ભાજપની નજર છે તેવા મતદારો માટે રાહતની જાહેરાતો કરવી જોઇએ. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, કોઇ પણ બજેટનો અર્થ પૂર્ણ બજેટ હોય છે. એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટ એક નિયમિત બજેટની જેમ હોવાની સંભાવના છે. ભાજપ દલિતો, ઓબીસી અને આદિવાસીઓને આકર્ષી વ્યાપારીઓ અને ઉંચી જાતિના પોતાના મૂળ મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપના સંકેત બાદ કોગ્રેસે સરકારને વોટ ઓન એકાઉન્ટની પરંપરાનું પાલન કરવાની ચેતવણી આપી હતી. ભાજપના નેતાઓનું માનવું છે કે કોગ્રેસની સરકાર અગાઉ પણ આ પરંપરાનું ઉલ્લંઘન કરી ચૂકી છે. એટલા માટે તેને ભાજપને આ પ્રકારનું શિક્ષણ આપવાનો કોઇ અધિકાર નથી. ભાજપને કથિત રીતે ખેડૂતો માટે રાહતની જાહેરાતની ભલામણ કરી છે.