‘મોદી સરકાર કોલેજના વિદ્યાર્થીઓને આપી રહી છે રૂપિયા 10 હજારની સ્કોલરશિપ’, જાણો હકીકત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jun 2020 12:15 PM (IST)
કેન્દ્ર સરકારના નેશનલ સ્કોરલરશિપ પોર્ટલ દ્વારા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને રૂપિયા 10 હજારની સ્કોલરશીપ અપાઈ રહી છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, કોલેજના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા 10 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. આ મેસેજમાં કરાયેલા દાવા પ્રમાણે, કેન્દ્ર સરકારના નેશનલ સ્કોરલરશિપ પોર્ટલ દ્વારા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને રૂપિયા 10 હજારની સ્કોલરશીપ અપાઈ રહી છે. જો કે કેન્દ્ર સરકારે આ દાવાને ખોટો ગણાવીને આ પ્રકારના ખોટા અહેવાલો અને ખોટી વેબસાઈટ્સથી દૂર રહેવા કહ્યું છે. ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલા આ સમાચાર સાચા નથી અને કેન્દ્ર સરકાર દ્વારાઆવી કોઈ સ્કોલરશિપ આપવામાં આવતી નથી તેથી લોકોએ આવી વાતોમાં આવવું નહીં. આ મેસેજ લોકોને ગેરમાર્ગે દોરનારો છે તેથી લોકોએ તેની વાતોમાં આવવું નહીં.