નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના વિશે એક ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના નામ પર દીકરીઓને બે બે લાખ રૂપિયા આપવામાં આવશે. પરંતુ સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે આવું કોઈ જ ફોર્મ સરકારે બહાર પાડ્યું નથી.


સરકાર તરફથી આ મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. પીઆઈપી ફેક્ટ ચેક પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, આ ફોર્મ નકલી છે. આવું કોઈ જ ફોર્મનું વિતરણ ગેરકાયદેસર છે અને આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની રોકડ સહાય કે વળતર આપવામાં નથી આવતું.


PIB Fact Check શું કરે છે?

PIB Fact Check કેન્દ્ર સરાકરની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયનો લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ સમાચાર સાચા છે કે ખોટા, એ જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય ચે. કોઈપણ PIB Fact Checkને શંકાસ્પદ સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા URL વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર ઈમેલ કરી શકે છે.