નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે દેશભરમાં કોહરામ મચાવ્યો છે. જેના કારણે દિલ્હીથી લઈને મહારષ્ટ્ર સુધીની સરાકરોએ વીકએન્ડ લોકડાઉન, અથવા નાઈટ કર્ફ્યુ જેવા નિયંત્રણો લગાવ્યા છે. આંશિક રીતે લોકડાઉન જેવી સ્થિતિની વચ્ચે લોકો ફીથી ડરના માહોલમાં જોવી રહ્યા છે.


હાલમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં નથી આવ્યું, પરંતુ અનેક રાજ્યમાં દુકાનો ખોલવાનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, દેશના અંદાજે 57 ટકા લોકો કોરોનાને કારણે લગાવવામાં આવેલ પ્રતિબંધથી પ્રભાવિત છે. આ તમામ પ્રયત્નો છતાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. તો શું ફરી સંપૂર્ણ લોકડાઉનનો જ વિકલ્પ બચ્યો છે.?


કોરોનાના વધતા કેસની વચ્ચે એક મીડિયા વેબસાઈટમાં લોકડાઉનને લઈને અહેવાલ પ્રકાશિત થયો છે. રિપોર્ટમાં શક્યતા દર્શાવવામાં આવી છે કે, શું કેન્દ્રની મોદી સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવા જઈ રહી છે. રિપોર્ટની પ્રથમ લાઈનમાં જ કહેવામાં આવ્યું છે કે કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે.




વેબસાઈટ પર રવિવારે બપોરે અંદાજે 12 કલાકે પ્રકાશિત આ રિપોર્ટમાં પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે ફગાવી દીધો છે. રિપોર્ટ પ્રકાશિત થયાના સાડા આઠ કલાક બાદ #PIBFactCheckએ ટ્વીટ કર્યં છે, એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોવિડનો પ્રસાર રોકવા માટે દેશભરમાં સરકાર લોકડાઉન લગાવી શકે છે. આ દાવો ખોટો છે. એટલે કે પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે, હાલમાં દેશમાં લોકડાઉન નહીં લાગે.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.