ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે.
કોરોના વાયરસથી બચાવવા માટે સરકારે શું શું પગલાં ભર્યા.....
- પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ મિનિસ્ટરનુ ગઠન કર્યુ છે
- આ ગ્રુપમાં સ્વાસ્થ્ય મંત્રી, વિદેશ મંત્રી, ઉડ્ડયન મંત્રી, ગૃહ મંત્રી, રસાયન મંત્રી અને વાહન પરિવહન મંત્રી સામેલ છે
- કોરોનાની તપાસ માટે દેશભરમાં 54 ટેસ્ટ સેન્ટર
- દિલ્હીના સફદરગંજ, RML હૉસ્પીટલ, ITBP ના કેમ્પોમાં આઇસૉલેશન સેન્ટર
- વિદેશમાંથી આવતા લોકોના 15 એપ્રિલ સુધી વિઝા સસ્પેન્ડ
- ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15 એપ્રિલ સુધી બંધ
- 15 ફેબ્રુઆરી બાદ ભારત આવેલા બધા યાત્રી 14 દિવસ આઇસૉલેશનમાં રહેશે
- ચીન, ઇટાલી, દક્ષિણ કોરિયા, ઇરાન, ફ્રાન્સ, સ્પેન, જર્મનીની યાત્રા ના કરવાની અપીલ
- 30 એરપોર્ટ પર યુનિવર્સલ સ્ક્રીનિંગ
- એરપોર્ટ પર અત્યાર સુધી 11 લાખ 14 હજાર 25 (11,14,025) લોકોનુ સ્ક્રીનિંગ
શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.