લખનઉઃ આજે લખનઉમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ પ્રથમ વિજયાદશમીની ઉજવણીકરવામાં આવે. પીએમ મોદી પરંપરાથી અલગ આજે લખનઉમાં રામલીલા જોશે. જોકે એશબાગમાં રાવણ દહન સમયે પીએમ હાજર નહીં રહે. ચૂંટણીના સમયે પીએમના લખનઉ પ્રવાસને લઈને રાજનીતિ તો થઈ રહી છે પરંતુ ભાજપ કહે છે કે પીએમના આવવા પાછળ ન તો રાજનીતિ છે, ન તો સર્જિકલ સ્ટ્રાઈકની જીતની ઉજવણી છે.

લખનઉમાં પીએમ મોદીના આગમન પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે, લખનઉ વેલકમ્સ એવેન્જર્સ ઓફ ઉરી. એટલે કે ઉરીનો બદલો લેનારનું સ્વાગત છે. સંકેત સ્પષ્ટ છે કે, ઉરીનો બદલો પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને લીધો માટે વિજયાદશમી પર સ્વાગત છે. પોસ્ટર ડિઝાઈન કરનારે પીએમની તસવીર પર યોગ્ય પસંદ કરીને લગાડી છે.

પીએમ મોદી આજે લખનઉના એશબાગના ભવ્ય રામભવનમાં રામલીલા જોશે. રામ ભવનમાં જ્યારે હશે ત્યારે તેમની સામે આતંકવાદનું પ્રતીક રાવણનું પૂતળું ઉભું હશે. આયોજન સમિતિ પીએમ મોદીને ગદા, તીર-કામઠાં, સુદર્શન ચર્ક ભેટમાં આપશે પકંતુ ગદાધારી, ધનુષધારી અને સુદર્શન ચક્રધારી હોવા છતાં પણ મોદી રાવણ પર સર્જિકલ સ્ટ્રાઈક નહીં કરે.