વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની યાત્રાના સંબંધમાં આગ્રામાં વડાપ્રધાન મોદીની હાજરીના અહેવાલો જોયા છે. હાલમાં આ વિષયમાં કાંઇ કહી શકાય નહીં. પરંતુ વડાપ્રધાન મોદી અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર રહેશે.
નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મલેનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીએ બે દિવસની ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમા હાજરી આપશે. બાદમાં તેઓ આગ્રા પહોંચશે.