નવી દિલ્લી: કેંદ્ર અને દિલ્લી સરકાર વચ્ચેનો સંઘર્ષ હવે વધતો જાય છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી પીએમ મોદી પર નિશાન સાંધતા ટ્વિટ કર્યું હતું કે, મોદી ઉપરાજ્યપાલ મારફતે દિલ્લીને બર્બાદ કરવા માંગે છે. કેજરીવાલની આ પ્રતિક્રિયા ઉપરાજ્યપાલ નજીબ જંગના આજના નિર્ણય પછી આવી છે.

જો કે, ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્લી સરકારના હેલ્થ સરકાર અને હેલ્થ સેક્રેટરી તરૂણ સેન અને PWD સેક્રેટરી સર્વજ્ઞ શ્રીવાસ્તવને હટાવી દીધા છે. તેમની જગ્યાએ ચંદ્રાકર ભારતીને હેલ્થ સેક્રેટરી અને અશ્વિની કુમારને PWD સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલજી સાથે મળીને નિવેદન કર્યું હતું કે હાઈકોર્ટના આદેશ પછી તમામ અધિકાર એલજીના છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ સ્કુલ નિર્માણ અને ફ્લાયઓવરના કામમાં લાગેલા PWD સચિવ અને મોહલ્લા ક્લિનિકના કામમાં લાગેલા હેલ્થ સચિવને હટાવવામાં ન આવે, પરંતુ તેમ છતાં હટાવવામાં આવ્યા હતા.

એક અન્ય ટ્વિટમાં તેમને કહ્યું કે શિક્ષા મંત્રી મનીષ સિસોદિયા LG નજીબ જંગના પગમાં પડ્યા કે મોહલ્લા ક્લીનિક અને સ્કુલ બનાવનાર સચિવોને 31 માર્ચ સુધી ન હટાવવામાં આવે.. પરંતુ ઉપરાજ્યપાલ માન્યા નહોતા.