જૂનો (રૂ.માં) | નવો (રૂ.માં) | તફાવત (રૂ.માં) | 7 મહિનાની બાકી રકમ (રૂ.માં) | |
એન્ટ્રી લેવલ | 15750 | 18000 | 2250 | 15750 |
ક્લાર્ક | 30375 | 35400 | 5025 | 35175 |
સેક્શન ઓફિસર, અન્ડર સેક્રેટરી | 47250 | 56100 | 8850 | 61950 |
ડાયરેક્ટર | 103725 | 118500 | 14775 | 103425 |
સંયુક્ત સચિવ | 119250 | 144200 | 24950 | 174650 |
એડિશનલ સચિવ | 150750 | 182200 | 31450 | 220150 |
સચિવ | 180000 | 225000 | 45000 | 315000 |
સરકારી કર્મચારીઓને બે મહિના પહેલા દિવાળી, આવતીકાલે મળશે એરિયર અને પગાર વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2016 08:13 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર 31 ઓગસ્ટથી 50 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં પગાર વધારો અને સાત મહિનાનું એરિયર આવી જશે. સરકાર એવા પણ પ્રયતન્માં છે કે 50 લાખ જેટલા પેન્શનર્સને પણ નવી વ્યવસ્થા અનુસાર વધારાનું પેન્શન અને બાકી રકમ પહેલી સપ્ટેમ્બરથી મળી જાય.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સાતમાં પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016 લાગુ કરવામાં આવી છે. દર 10 વર્ષ બાદ લાગુ થનારી નવી પગાર વ્યવસ્થામાં કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં વધારો 14.2 ટકાથી 23.4 ટકાની વચ્ચે થયો છે. જોકે હાલમાં તમામ ભથ્થાં જૂની વ્યવસ્થા પ્રમાણે જ મળતા રહેશે, કારણ કે તેમાં ફેરફાર પર ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જેની ભલામણ આવ્યા બાદ જ તેના વિશે કોઈ નિર્ણય થશે.
નવા મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું જોડી દેવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો નવી પગાર વ્યવસ્થામાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું છે. મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વખત ફેરફાર કરવામાં આવી છે. એક પ્રથમ જાન્યુઆરી અને બીજું પહેલી જુલાઈથી. પ્રથમ જાન્યુઆરીથી લાગુ થનારાં મોંઘવારી ભથ્થામાં ફેરફારની જાહેરાત સામાન્ય રીતે હોલીના સમયે અને જુલાઈમાં થનારા ફેરફારની જાહેરાત દુર્ગાપૂજા સમયે કરવામાં આવતી હોય છે. હવે આશા છે કે, આવતા મહિને નાવ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવશે જેથી તહેવારના સમયે કર્મચારીઓને વધારાના રૂપિયા મળી રહે.
આમ તો કેન્દ્રીય કર્મચારીઓને સાત મહિનાનું એરિયર એક સાથે આપવામાં આવી રહ્યું છે, પરંતુ છઠ્ઠા પગાર પંચની તુલના કરીએ તો બાકી રકમ ખૂબ ઓછી છે. જોકે છઠ્ઠા પગાર પંચનો અહેવાલ આવવા અને તેની ભલામણો લાગુ કરવામાં બે વર્ષથી પણ વધારેનો સમય લાગ્યો હતો માટે કેન્દ્રીય કર્મચારીઓને લાખો રૂપિયાનું એરિયર મળ્યું હતું. આ ચોથા વર્ગના કર્મચારીઓની બાકુ રકમ 15750 રૂપિયા અને સચિવ લેવલની બાકી રકમ 31500 રૂપિયા જેટલી થવા જાય છે. જોકે જે જે કર્મચારી ઇનકમ ટેક્સની મર્યાદામાં આવે છે તેને બાકીની ચૂકવણી 10થી લઈને 30 ટકાના દરે ઇનકમ ટેક્સ કાપ્યા બાદ જ બાકીની રકમ મળશે.
જે કેન્દ્રીય કર્મચારી જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફમાં ફાળો આપે છે, તેને માટે આ જોવા જઈએ તો દર મહિને નવા મૂળ પગારનના ઓછામાં ઓછા 6 ટકા જરૂર જમા થાય. નિયમ અનુસાર કેન્દ્રીય કર્મચારી 100 ટકા સુધી મૂળ પગાર જીપીએફમાં જમા કરાવી શકે છે અને સરકારની ધારણા છે કે, મોટાભાગના કેન્દ્રીય કર્મચારી સ્વૈચ્છિક રીતે છ ટકાથી વઘારે રકમ જમા કરાવતા રહ્યા છે, માટે એવા કર્મચારીઓની બાકી રકમમાંથી કોઈ રકમ જીપીએફમાં નહીં જાય. જ્યારે બીજા બાજુ 1 જાન્યુઆરી 2004થી કેન્દ્ર સરકારની નોકરીમાં સામેલ થનારાના મૂળ પગારના ઓછામાં ઓછા 10 ટકા ન્યૂ પેંશન ફંડ એટલે કે એનપીએસમાં જમા કરાવવા જરૂરી છે. એવા લોકો માટે બાકીની કેટલીક રકમ એનપીએસમાં જમા થશે.
બજારની નજર
બીજા બાજુ ટીવી, ફ્રિઝ અને એસી જેવા ઉપભોક્તા સામાનના બજારની નજર કેન્દ્રીય કર્મચારીઓ પર છે. બાકીની રકમને ધ્યાનમાં રાખતા આશા છે કે કેન્દ્રીય કર્મચારી આવા જ નવા સામાન ખરીદવાનો પ્રયત્ન કરશે. પગાર પંચની ભલામણ પર અમલ બાદ કારના વેચાણમાં વધારે તેજી આવવાની ધારણા નથી. ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા પગાર પંચની ભલામણ લાગુ થયા બાદ કારના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે 2008માં લાખો રૂપિયાનું એરિયર મળ્યું હતું.
પગાર પંચની ભલામણ લાગુ થવાથી કેન્દ્ર સરકારનો વાર્ષિક ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે વધી જશે. બીજી બાજુ કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકાર અને અન્ય સંસ્થા પોત પોતાના કર્મચારીઓનો પગાર વધારે છે. માટે અંદાજ છે કે બજારમાં કુલ માગ ચાર લાખ કરોડ રૂપિયાથી પણ વધારે હોઈ શકે છે, જ્યારે સરકારને ઇનકમ ટેક્સ તરીકે 30 હજાર કોરડ રૂપિયાની વધારાની કમાણી થઈ શકે છે.
નવો મૂળ પગાર
(સચિવને છોડીને જુદા જુદા પદ માટે સૌથી પ્રથમ સ્તર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -