નવી દિલ્લી: દિલ્લી અને આસપાસના શહેરોમાં કાલે વરસાદના કારણે જામ થયો હતો જેમા એનસીઆર પણ જામ થયો હતો. આ જામમાં અમેરિકાના વિદેશમંત્રી જોન કેરી પણ ફસાયા હતા.વીવીઆઈપી રૂટ પરથી જોન કેરીને કાઢવામા સુરક્ષા ટીમને ભારે મથામણ કરવા પડી હતી.


આ અંગે તેમની સાથે જઈ રહેલા પત્રકારે ટ્વિટ કરી જાણકરી આપી હતી. ટ્રાફિક પોલીસે જણાવ્યુ કે તે થોડા સમય માટેજામ માં ફસાયા હતા. ત્યારબાદ તેમને હોટેલ પહોંચાડવામાં આવ્યા હતા.આ ઘટનાના પગલે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો.



દિલ્લીના ટ્રાફિક જામમાં ફસાયેલા અમેરિકાના વિદેશમંત્રીને પણ જામનો અંદાજ આવી ગયો હતો. સરકારી કામ અર્થે દિલ્લી આવેલા જોન કેરી કાલે સત્યમાર્ગ પર ટ્રાફિકમા ફસાયા હતા.એરપોર્ટથી જોન કેરી ચાણક્યપૂરી વિસ્તારમાં હોટેલ જઈ રહ્યા હતા.વીવીઆઈપી સુરક્ષા પણ જામ સામે ધ્વસ્ત થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે કાલે દિલ્લીમાં ભારે વરસાદ હતો.જેના કારણે હંમેશાની માફક દિલ્લીની રફતાર જામ કરી દિધી હતી. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.સૌથી વધારે ટ્રાફિક ધોલા કુવાથી લઈને ગુડગાવના રૂટ પર જોવા મળ્યો હતો.

દિલ્લીમાં 15 mm વરસાદ થયો હતો.સાંજના સમયે જામ સર્જાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.