નવી દિલ્હી: સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા ચૂકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈપણ પ્રકારની હાર અથવા જીત માનવાની વાતથી ઈનકાર કર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સુપ્રિમો મોહન ભાગવતે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. ભાગવતે જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જનતાની ભાવનાને ન્યાય મળ્યો છે.


ચૂકાદાનું સ્વાગત કરતા મોહન ભાગવતે કહ્યું, 'અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કરીએ છીએ. આ કેસ દશકોથી ચાલી રહ્યો હતો અને હવે તે પોતાના સાચા અંત સુધી પહોંચ્યો છે. આને જીત અને હારને જેમ ન જોવો જોઈએ. આ સાથે જ અમે સમાજના તમામ લોકોની કોશિશનું પણ સ્વાગત કરવા માંગીશ. તમામ શાંતિ બનાવી રાખે.'

મોહન ભાગવતે કહ્યું તમામ દેશવાસીઓને અપીલ છે કે સંવિધાનના દાયરામાં રહીને આ નિર્ણયનું સ્વાગત કરે. અમને વિશ્વાસ છે કે પહેલાની તમામ વાતોને ભૂલી તમામ રામ જન્મભૂમિના નિર્માણ માટે એકસાથે મળી તેની ફરજો નિભાવશે.