નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેંદ્ર સરકાર ટ્રસ્ટના મેનેજમેન્ટના નિયમો બનાવે. મંદિર નિર્માણના નિયમો બનાવે. અંદર અને બહારનો ભાગ ટ્રસ્ટને આપવામાં આવે. મુસ્લિમ પક્ષને 5 એકરની વૈકલ્પિક જમીન મળે. કેંદ્ર 1993માં અધિગૃહિત જમીનથી આપે અથવા રાજ્ય સરકાર અયોધ્યામાં જ આપે. અમે અનુચ્છેદ 142 મુજબ મળેલી વિશેષ શક્તીઓનો ઉપયોગ કરતા મુસ્લિમ પક્ષને જમીન આપી રહ્યા છીએ. સરકાર ટ્રસ્ટમાં નિર્મોહીને પણ ઉપયુક્ત પ્રતિનિધિત્વ આપવા પર વિચાર કરે.
સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહ્યું છે કે વિવાદિત જમીન પર રામજન્મભૂમિ ન્યાસનો હક છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં 5 એકર જમીન કોઈ અન્ય જગ્યાએ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી જૂના કેસમાં ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. આ ચૂકાદામાં કોર્ટે વિવાદિત જમીનનો હક રામજન્મભૂમિને આપ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષ એટલે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ બીજી જગ્યાએ જમીન આપવાનો આદેશ કર્યો છે.
કોર્ટે કહ્યું કે હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થળ માને છે. મુખ્ય ગુંબદને જન્મની સાચી જગ્યા માને છે. અયોધ્યામાં રામના જન્મ થવાના દાવાને કોઈએ વિરોધ નથી કર્યો. વિવાદિત જગ્યા પર હિંદુ પૂજા કરતા રહ્યા છે. સાક્ષીઓને ક્રોસ એક્ઝામિનેશનમાં હિંદુ દાવો ખોટો સાબિત નથી થયો. ચબૂતરા, ભંડાર, સીતા રસોઈથી પણ દાવાની પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઈટલ માત્ર આસ્થાથી સાબિત નથી થતું.
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે, હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થાન માને છે. મુખ્ય ગુંબજને જ જન્મનું સાચુ સ્થળ માને છે. અયોધ્યામાં રામનો જન્મ હોવાનો દાવાનો કોઇએ વિરોધ કર્યો નહોતો. વિવાદીત સ્થળ પર હિંદુ પૂજા કરતા રહ્યા હતા. ચબૂતરા, ભંડાર, સીતા રસોઇના દાવાથી પણ પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઇટલ ફક્ત આસ્થાથી સાબિત થતા નથી.
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની મહત્વની બાબતો, જાણો વિગત
abpasmita.in
Updated at:
09 Nov 2019 12:07 PM (IST)
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -