ભાગવતે સાથે જ કહ્યું કે, સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે તમામ વિદેશી પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે. ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાના બે પુસ્તકોના લોકાર્પણ કરતાં કહ્યું કે, ‘સ્વતંત્રતા બાદ જેવી આર્થિક નીતિ બનવી જોઈતી હતી તેવી બની નહીં. આઝાદી બાદ એવું માનવામાં જ ન આવ્યું કે આપણે કંઈક કરી શકીએ છીએ. સારું થયું હવે શરૂ થઈ ગયું છે.’
ભાગવતે કહ્યું કે, ‘આઝાદી બાદ રશિયા પાસેથી પંચવર્ષીય યોજના લેવામાં આવી, પશ્ચિમ દેશોનું અનુકરણ કરવામાં આવ્યું. પરંતુ આપણા લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. તેમણે કહ્યું કે, આપણા દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂરત છે.’ આપણે એ વાત પર નિર્ભર ન હોવા જોઈએ કે આપણી પાસે વિદેશથી શું આવે છે, જો આપણે આવું કરીએ તો તે આપણી શરતો પર કરવું જોઈએ. તેમણે કહ્યું કે, વિદેશમાં જે કંઈપણ છે, તેનો બહિષ્કાર નથી કરવાનો, પરંતુ આપણી શરતો પર લેવાનું છે.
ભાગનવતે કહ્યું કે, જ્ઞાન વિશે વિશ્વમાં સારા વિચાર આવવા જોઈએ. તેમણે કહ્યું કે, આપણા લોકો, આપણું જ્ઞાન, આપણી ક્ષમતા પર વિશ્વાસ રાખનાર સમાજ, વ્યવસ્થા અને શાસન હોવું જોઈએ. ભાગવતે કહ્યું કે, ભૌતિકવાદ, જડવાદ અને તેના તાર્કિક પરિણતિને કારણે વ્યક્તિવાદ અને ઉપભોક્તાવાદ જેવી વાત આવી. એવો વિચાર આવ્યો કે દુનિયાને એક વૈશ્વિક બજાર બનવું જોઈએ અને તેના આધારે વિકાસની વ્યાખ્યા કરવામાં આવી.
તેમણે કહ્યું કે, તેના ફળસ્વરૂપે વિકાસના બે પ્રકારના મોડલ આવ્યા. તેમાં એક કહે છે કે મનુષ્યની સત્તા છે અને બીજું કહે છે કે સમાજની સત્તા છે. ભાગવતે કહ્યું કે, આ બન્નેથી દુનિયાને સુખ નથી મળ્યું. આ અનુભવ દુનિયાને ધીમે ધીમે થયો અને કોરોનાના સમયે આ વાત મુખ્ય રીતે બહાર આવી.
હવે વિકાસનું ત્રીજો વિચાર (મોડલ) આવવો જોઈએ જે મૂલ્યો પર આધારિત હોય. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ આત્મનિર્ભરની વાત આ જ દૃષ્ટિએ કહી છે.