નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કહેરને લઈ અમુક રાજ્યોમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે, જ્યારે ઘણા રાજ્યોએ વીકલી લોકડાઉન નાંખ્યું છે. આ દરમિયાન ઓડિશા સરકારે ચાર જિલ્લામાં 15 ઓગસ્ટને લઈ વીકલી લોકડાઉનમાં થોડી છૂટ આપી હતી.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, ઓડિશા સરકારના નવા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગંજામ, ખુર્દા, ગજપતિ કટક અને રાઉરકેલા જિલ્લામાં લોકો સ્વતંત્રતા દિવસ પર સવારે 11 વાગ્યા સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી શકશે. સરકારે 31 જુલાઈએ નોટિફિકેશન બહાર પાડીને કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાજ્યમાં શનિવાર અને રવિવાર લોકડાઉનની જાહેરાત કરી હતી.



આ વખતે 15 ઓગસ્ટ શનિવારના રોજ આવે છે. તેથી સરકારે લોકોને શરત સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી આપી છે. જે મુજબ એક સ્થાન પર 10થી વધારે લોકો ભેગા ન થવા જોઈએ. આ ઉપરાંત સામાજિક અંતર, માસ્ક, સ્વચ્છતા જેવા માપદંડોનું પણ પાલન કરવું પડશે.

H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે

Weather Updates: હવામાન વિભાગે આજે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં કરી છે ભારે વરસાદની આગાહી, જાણો વિગતે