કોર્ટે કહ્યું માતા-પિતા પોતાના પુત્રને સોહાર્દભર્યા સંબંધોને કારણે લાંબા સમય સુધી પોતાની સાથે રહેવાની પરવાનગી આપી શકે છે, પરંતુ એનો મતલબ એમ નથી કે તેઓ આજીવન તેનો બોજ સહન કરે.
જસ્ટિસપ પ્રતિભા રાનીએ પોતાના આદેશમાં કહ્યું કે જો કોઈ માતા-પિતા પોતાની મહેનતથી ઘર ખરીદે છે તો પુત્રએ લગ્ન કર્યા હોય કે અવિવાહીત તેનો ઘર પર કોઈ કાનૂની અધિકાર નથી. તે માત્ર તેમની દયા પર ઘર પર રહી શકે છે.