નવી દિલ્લીઃ નોયડાના દાદરીમાં બિસાહડા ગામમાં બીફ રાખવાના મામલે હત્યાના આરોપી રવિના મૃતદેહ પર રાજનીતિ તેજ થઇ રહી છે. રવિના શબને લઇને ગામમાં મહાપંચાયત શરૂ થઇ ગઇ છે. ગામના લોકો પોતાની માંગને લઇને દબાણ કરી રહેલા ગામના લોકો રવિના શબના અંતિમ સંસ્કાર કરવા પણ તૈયાર નથી.

મહાપંચાયત પર તંત્ર અને પોલીસ નજર રાખી રહી છે. ગુરુવારે કેંદ્રીય મંત્રી મહેશ શર્માએ પણ મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા. કેંદ્રીય મંત્રી રવિની માઁને મળીને સાંત્વના આપી હતી.

એટલું જ નહી રવિને શહીદ ગણાવીને તેના શબને તિરંગો વિટાળવામાં આવ્યો હતો. તિરંગામાં વિટાળનારનો તર્ક છે કે, રવિએ હિંદું મૂલ્યોની રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે હત્યાના આરોપીના શબને તિરંગામાં લપેટી કેંદ્રીય મંત્રી બિસાહડ પહોંચવા પર ઘણા સવાલ ઉભા થયા છે.