Monkeypox Cases India: રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ મળ્યો છે. આ સાથે કુલ કેસની સંખ્યા પાંચ પર પહોંચી છે. એલએનજેપી હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે કહ્યું, એક દર્દીને LNJP માં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના નમૂનાનો મંકીપોક્સ રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. હાલમાં 4 દર્દી દાખલ છે, 1ને રજા આપવામાં આવી છે. અહીં હજુ સુધી કુલ 5 કેસ નોંધાયા છે. ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.
કેન્દ્ર સરકારે પહેલાથી જ મંકીપોક્સ અંગે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરી દીધી છે. કેન્દ્ર સરકારે આ રોગ પર નજર રાખવા અને ચેપને રોકવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અન્ય ઘણા લોકો સમિતિમાં સામેલ છે. દિલ્હી સરકારે મંકીપોક્સને લઈને ત્રણ હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ બનાવવા કહ્યું છે. હવે મંકીપોક્સની વધતી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકામાં મંકીપોક્સથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું હતું.
શુ કરવું
- મંત્રાલયે સંક્રમિત દર્દીઓથી દૂર રહેવા સૂચના આપી છે
- તમે ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ હોવ તો માસ્ક પહેરો અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરો.
- સાબુ અથવા સેનિટાઈઝર વડે હાથ ધોવાનું ચાલુ રાખો.
- મંકીપોક્સથી સંક્રમિત દર્દી સાથે સેક્સ ન કરો
શું ન કરવું
- મંકીપોક્સના દર્દીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિ સાથે તમારો ટુવાલ શેર કરશો નહીં
- ચેપગ્રસ્ત વ્યક્તિના કપડા સાથે તમારા કપડા ધોવા નહીં
- જો તમને લક્ષણો હોય તો કોઈપણ જાહેર કાર્યક્રમ કે સભામાં ન જશો. ખોટી માહિતીના આધારે લોકોને ડરાવશો નહીં
- તમારા કપ અને ખોરાકને મંકીપોક્સના દર્દી સાથે શેર કરશો નહીં
મંકીપોક્સ શું છે?
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, શરૂઆતમાં ઘણા વાંદરાઓમાં આ વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી. વર્ષ 1958માં તેનું નામ મંકીપોક્સ હતું. મંકીપોક્સનો પહેલો કેસ 1970માં કોંગોમાં નવ મહિનાની બાળકીમાં જોવા મળ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસો મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. અહીંના લોકો અહીંના પ્રાણીઓથી સંક્રમિત થાય છે. અહીં મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિને મંકીપોક્સ પણ થઈ શકે છે. તેના લક્ષણો છે તાવ, ગંભીર માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને કમરનો દુખાવો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વિશ્વના 75 દેશોમાં કુલ 22 હજાર કેસ નોંધાયા છે.