કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે તાજેતરમાં મંકીપોક્સના સંક્રમણ ધરાવતા દેશમાંથી આવનારા એક યુવકમાં વાયરસ હોવાની પુષ્ટી થઇ હતી. દર્દીને એક હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વ્યક્તિના સેમ્પલ લઇ લેવામાં આવ્યા છે અને એમપોક્સની હાજરીની પુષ્ટી કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. હાલ આ વ્યક્તિના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. વધુ સારવારના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો


રવિવારે દેશમાં મંકી પોક્સના પ્રથમ કેસની પુષ્ટી થઇ હતી. સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક પુરુષ દર્દી હાલમાં જ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યો હતો અને તે દેશમાંથી પાછો ફર્યો હતો જ્યાં મંકી પોક્સના કેસ છે. આ યુવકને હાલમાં હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને મંકી પોક્સની હાજરીની પુષ્ટી કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. યુવકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.


14 ઓગસ્ટના રોજ WHO દ્વારા Mpox ને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) જાહેર કરવામાં આવી હતી. જે બાદ 17 ઓગસ્ટના રોજ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


લગભગ ત્રણ અઠવાડિયા પહેલા આરોગ્ય મંત્રાલયે મંકીપોક્સને લઈને તમામ રાજ્યો સાથે બેઠક કરી હતી અને એમપોક્સને લઇને તૈયારીઓ કરવાના નિર્દેશ આપ્યા હતા. નિષ્ણાતો કહે છે કે જે લોકોએ સ્મોલપોક્સની વેક્સીન લીધી છે તેના પર એમપોક્સની અસર થશે નહીં. દિલ્હીમાં સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિગ નોડલ હોસ્પિટલમાં આઈસોલેશન અને સારવારની તૈયારીઓ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તમામ રાજ્યોને આ રોગ વિશે લોકોને જાગૃત કરવા કહેવામાં આવ્યું છે


આરોગ્ય મંત્રાલયે રાજ્યોને આપી સલાહ



  1. એમપોક્સ રોગ સામે લડવા માર્ગદર્શિકાનો વ્યાપકપણે પ્રસાર કરો.

  2. NCDC દ્વારા જાહેર કરાયેલ અપડેટેડ સીડી-એલર્ટ પર પગલાં લેવા.

  3. રાજ્ય અને જિલ્લા સ્તરે આરોગ્ય સુવિધાઓની સજ્જતાની સમીક્ષા કરવી.

  4. હોસ્પિટલોમાં અલગ સુવિધાઓની ઓળખ કરવી અને તેમાં જરૂરી સામગ્રી અને પ્રશિક્ષિત માનવ સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી.

  5. કેસની ઓળખ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અન્ય સર્વેલન્સ પ્રવૃત્તિઓ પર ભાર મુકવો.


AIIMS એ 3 અઠવાડિયા પહેલા મંકીપોક્સના દર્દીઓ માટે એસઓપી પણ જાહેર કરી હતી. દર્દીઓને મંકીપોક્સ સંબંધિત માહિતી આપતાં એઈમ્સે જણાવ્યું હતું કે આ એક વાયરલ ઝૂનોસિસ છે, જેના લક્ષણો શીતળાના દર્દીઓમાં જોવા મળતાં લક્ષણો જેવા જ હોય ​​છે, જોકે તેના લક્ષણો ઓછા ગંભીર હોય છે.