MonkeyPox:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંકીપોક્સને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી છે. આ એક વાયરલ ચેપ છે. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ રોગ આ રીતે સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ચાલો જાણીએ એમપોક્સ ફ્લૂના લક્ષણો અને કારણો.


આ લોકોને એમપોક્સનું સૌથી વધુ જોખમ હોય છે


એમપોક્સ જીવલેણ બની શકે છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને એચઆઈવીથી પીડિત લોકો પર આ રોગનો વધુ ખતરો રહે છે. WHOએ હાલમાં જ આ રોગને તેના ખતરનાક સ્વરૂપને જોતા ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી છે. કારણ કે એમપોક્સ વાયરસનો નવો સ્ટ્રેન પહેલીવાર ઓળખવામાં આવ્યો હતો.


આ રોગ હવે ધીમે ધીમે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે.


એમપોક્સ જાતીય સંપર્ક સહિત નજીકના શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે, પરંતુ એ વાતના કોઇ પુરાવા નથી કે તે હવાથી સરળતાથી ફેલાય છે. તેના નવા સ્ટ્રેને ચિંતા વધારી છે. કારણ કે તે લોકોમાં વધુ સરળતાથી ફેલાઈ રહી હોવાનું જણાય છે. ડબ્લ્યુએચઓએ બે વર્ષ પહેલાં એમપોક્સને ઇમરજન્સી જાહેર કરી હતી જ્યારે રોગનું એક સ્ટ્રેન ક્લેડ IIb' સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યું હતું.


આફ્રિકામાં બગડતી પરિસ્થિતિ


એમપોક્સ દાયકાઓથી આફ્રિકાના ભાગોમાં એક સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા રહી છે. પ્રથમ માનવ કેસ 1970 માં કોંગોમાં નોંધાયો હતો અને અહીથી રોગના ફેલાવવાની શરૂઆત થઇ હતી. કોંગોમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રકોપ થયો છે. જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં 27,000 કેસ અને 1,100 થી વધુ મૃત્યુ થયા છે, જેમાંથી મોટાભાગના બાળકો છે


કોંગોથી તે રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યા સુધી ફેલાયો છે. સ્વીડને ગુરુવારે આફ્રિકાની બહાર નવા પ્રકાર, 'ક્લેડ આઈબી'નો પ્રથમ કેસ નોંધ્યો હતો. ડબ્લ્યુએચઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસ ભાગીદારીની જરૂરિયાતને પુનરાવર્તિત કરે છે, અને એજન્સી એમપોક્સના ફેલાવાને રોકવા માટે મુસાફરી પ્રતિબંધો સામે સલાહ આપવાનું ચાલુ રાખે છે. પાકિસ્તાને શુક્રવારે ગલ્ફ કન્ટ્રીથી પરત ફરેલા દર્દીમાં એમપોક્સ વાયરસના કેસની પુષ્ટી કરી હતી, જોકે તે સ્પષ્ટ નથી થયું કે તે નવો પ્રકાર છે કે ક્લેડ જે 2022 થી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યો છે.


2022માં Mpox સામે લડવા માટે WHOની 34 મિલિયન ડોલરની અપીલને દાતાઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને રસીના ડોઝ સુધી પહોંચ ધરાવતા લોકોમાં ભારે અસમાનતા હતી. આફ્રિકાના દેશો પાસે બવેરિયન નોર્ડિક અને કેએમ બાયોલોજિક્સ દ્વારા બનાવવામાં આવેલા વૈશ્વિક પ્રકોપમાં ઉપયોગમાં લેવાતા બે શોટ્સ સુધી પહોંચ નથી.


બે વર્ષ પછી પણ પરિસ્થિતિ એ જ છે. જોકે તેને બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. WHO એ બુધવારે જણાવ્યું હતું કે તેણે અમીર દેશોને રસીનું દાન કરવાની અપીલ કરી હતી. આફ્રિકા સીડીસીએ કહ્યું કે તેની પાસે રસીને સુરક્ષિત કરવાની યોજના છે, પરંતુ સ્ટોક હાલમાં મર્યાદિત છે.