ચોમાસાની ઘણા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ સીઝન ઠંડી અને ગરમ બંને હોય છે. વરસાદની સીઝન દરમિયાન વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. દૂષિત પાણી પીવાથી, વધારે પડતું ખાવાથી પેટ ખરાબ થઈ જાય છે. જ્યારે ઠંડી હવામાં ફરવાથી શરદી-ઉધરસ થઈ જાય છે. આ સીઝનમાં જેટલી મજા આવે છે, તેટલી જ દેખભાળ રાખવી પણ જરૂરી છે.


ઈન્ફેક્શનથી બચવા અપનાવો આ 5 ટિપ્સ



  1. ચોમાસાનું વાતાવરણ ઠંડુ અને ગરમ હોય છે. તેથી ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે. ઈમ્યુનિટી બૂસ્ટર ચીજોનું સેવન કરો. રાતે હળદરવાળું દૂધ પીને ઉંધો. હળદરવાળા દૂધના સેવનથી બોડી ગરમ રહે છે. એકદમથી કોઈ બીમારીની ઝપેટમાં આવતા નતી. કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનનો પણ ખતરો નથી રહેતચો. શરદી, ઉધરસ, તાવ આવતો નથી. આ મોસમમાં જંક કે સ્ટ્રીટ ફૂડના સેવનથી બચવું જોઈએ.

  2. જો તમને ચા પીવાની ટેવ વધારે હોય તો હર્બલ ટી પી શકો છો. તે ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરશે ઉપરાંત તણાવમાંતી રાહત આપશે. હર્બલ ટીમાં ખાંડના બદલે મધ નાંખો. તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી

  3. વરસાદની સીઝનમાં કાચા, પત્તાવાળા શાકભાજીના સેવનથી બચો. તેને સારી રીતે ધોઈને ખાવ. લીલા કે પાંદડાવાળા શાકભાજીમાં સુક્ષ્મ જીવો હોય છે, ભૂલથી તેના સેવનથી કોઈ પ્રકારની બીમારી થઈ શકે છે. તેથી કાચા શાકભાજીના સેવનથી બચો. તેના બદલે ગરમ પાણીમાં ધોઈને ઉપયોગ કરો.

  4. વરસાદની સીઝનમાં ઘરમાં ભેજ આવે છે. આવા સ્થળો સુકા રાખો. ભેજવાળી જગ્યાએ મચ્છર અને કીડાનો ઉપદ્રવ થાય છે.મચ્છર કરડવાથી ડેંગુ, ચિકનગુનિયા, વાયરલ ફીવર આવે છે. ભીનો ટોવેલ કે કપડાને ક્યારેય વાળીને ન મૂકો, નહીંતર સુકાયા બાદ તેમાંથી બદબૂ આવવા લાગશે.

  5. વરસાદની સીઝનમાં ઘર આસપાસ ક્યાયં પાણી ભરાવા ન દો. ફિનાઈલવાળા પોતાનો ઉપયોગ કરો. પાણી ભરાવાથી સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે. આ મોસમમાં નિયમિત રીતે સફાઈ કરવી જરૂરી છે. સંક્રમણની ઝપેટમાં આવવાથી બચવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરતા રહો.