દિલ્હીમાં પહોંચ્યું ચોમાસું, ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી
abpasmita.in | 02 Jul 2016 09:11 AM (IST)

નવી દિલ્હી: દિલ્હીમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. શુક્રવારે મોડી સાંજે રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શનિવાર સવારે મોસમ સારું રહ્યું હતું, રવિવાર સુધીમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ચોમાસું પુરી રીતે સક્રિય થઈ જશે. હવામાન વિભાગે હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વચ્ચે ચોમાસાએ જોર પકડ્યું હતુ, ત્યારે એવું લાગતું હતું કે 25 જૂન સુધીમાં ચોમાસું દિલ્હી સુધી પહોંચી જશે. પરંતુ હવે ચોમાસુ પોતાના સમય કરતાં 10 દિવસ મોડું આવ્યું છે. હવામાન વિભાગના મતે, દિલ્હીમાં 2 જુલાઈએ વરસાદ પડવાની સંભાવના બતાવી છે. મધ્ય ભારતમાં થોડા દિવસ જબરદસ્ત વરસાદ પડશે.