મુંબઈમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મુંબઈના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈમાં ચોમાસાના આગામન થયાના 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.
ગુરૂવારે દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ મહારાષ્ટ્ર અને ગોવામાં આગમન કરી દીધું છે. આગામી બે દિવસ તે ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દક્ષિણ અને તટીય મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક આંધ્ર પ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, મરાઠવાડા, કેરળ, તટીય કર્ણાટક, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 14મી જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદની કરી છે.