Maharashtra Political Crisis: એકનાથ શિન્દે (Eknath Shinde) ની બળવાખોરી અને આના પરિણામ સ્વરૂપ ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ના રાજીનામા બાદ શિવસેના હવે રાજકીય બેવડા સંકટમાં ફસાઇ ગઇ છે. હવે પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાની તૈયારી છે. બીજેપીના એક મોટા નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં પણ સમાનાંતર બળવાખોરી થશે. તેમને કહ્યું કે, આ માટે રાષ્ટ્રપતિ પદના મતદાની રાહ જુઓ. સુત્રો અનુસાર, કેમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે. 


શિવસેના સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિન્દેના દીકરા શ્રીકાંત શિન્દે (Shrikant shinde) ની સાથે કેટલાક બીજા સાંસદો શિવસેનામાથી બળવાખોરી કરી શકે છે. શ્રીકાંત શિન્દે પહેલાથી જ પોતાના પિતાના જૂથ સાથે શિવસેનામાથી અલગ પડી ગયો છે. 


બીજેપીના એક મોટા નેતાએ abp ન્યૂઝને બતાવ્યુ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે કમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી અલગ થઇને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કરી શકે છે. સાથે જ હાલમાં શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં 3 સભ્યો છે. 


માનવામાં આવી રહ્યું છે કે શિવેસનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ થયેલા વિભાજનની અસર લોકસભામાં પણ જોવા મળશે, અને કમ કે કમ 14 સાંસદ શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે. 


આ પણ વાંચો........ 


Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો


Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો


India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ


રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ


Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ


Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર